જાન્યુઆરી 21, 2026 9:51 એ એમ (AM)

printer

પુરુષ ક્રિકેટમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે T-20 શ્રેણીની પહેલી મેચ રમાશે

પુરુષો ક્રિકેટમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે પાંચ મેચની T-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે આ એક મહત્વપૂર્ણ શ્રેણી રહેશે. મેચની પૂર્વસંધ્યાએ બોલતા, સૂર્યકુમાર યાદવે જણાવ્યુ કે ઇશાન કિશન ત્રીજા નંબરે રમશે. આગામી શુક્રવારે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે બીજી મેચ રમાશે.