જૂન 18, 2025 11:15 એ એમ (AM)

printer

પુરુષ અને મહિલા હોકી માસ્ટર્સ કપનો આજ ચેન્નઈમાં પ્રારંભ

પુરુષ અને મહિલા હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ આજથી ચેન્નાઈમાં શરૂ થશે. ૧૦ દિવસીય આ સ્પર્ધાનું આયોજન તમિલનાડુ હોકી યુનિટ દ્વારા કરવામા આવ્યું છે. જેમાં ૪૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને ૩૫ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ભાગ લેશે.આ સ્પર્ધામાં બાર પુરુષો અને આઠ મહિલા ટીમ ભાગ લઈ રહી છે. પહેલા ગ્રુપ મેચ, ત્યારબાદ નોકઆઉટ સ્ટેજ અને પછી ફાઇનલ મેચ રમાશે. ચેન્નઇના મેયર રાધા કૃષ્ણન હોકી સ્ટેડિયમમાં મહિલાઓની શરૂઆતની મેચોમાં હિમાચલ પ્રદેશનો સામનો મહારાષ્ટ્ર સામે થશે અને કર્ણાટકનો સામનો કેરળ સામે થશે. અને પુરુષોની શરૂઆતની મેચમા પંજાબનો સામનો પુડુચેરી સામે થશે.
મેચ બપોરે ૧:૩૦ વાગ્યે શરૂ થશે.દેશના સિનિયર હોકી ખેલાડીઓને તક આપવા આ સ્પર્ધા પહેલીવાર યોજાઈ રહી છે.