પુરુષ અંડર-૧૯ ક્રિકેટમાં ભારતે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં ડકવર્થ-લુઇસ-સ્ટર્ન-ડીએલએસ પદ્ધતિ હેઠળ દક્ષિણ આફ્રિકાને ૨૫ રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, ભારતે ૫૦ ઓવરમાં ૩૦૦ રન બનાવ્યા. જવાબમાં, દક્ષિણ આફ્રિકાએ ૨૭ ઓવર અને ૪ બોલમાં ૧૪૮ રન બનાવ્યા હતા. વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડ્યો અને મેચ ફરી શરૂ થઈ શકી નહીં. ભારતને ડીએલએસ પદ્ધતિ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યું. આ શ્રેણીમાં વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.
Site Admin | જાન્યુઆરી 4, 2026 9:45 એ એમ (AM)
પુરુષ અંડર-૧૯ ક્રિકેટમાં ભારતે પ્રથમ વનડેમાં ડીએલએસ પદ્ધતિ હેઠળ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું