ડિસેમ્બર 21, 2025 8:24 એ એમ (AM)

printer

પુરુષ અંડર-૧૯ એશિયા ક્રિકેટ કપના ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે

પુરુષ અંડર-૧૯ એશિયા ક્રિકેટ કપના ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ દુબઈમાં ભારતીય સમય મુજબ સવારે સાડા દસ વાગ્યે શરૂ થશે. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ, ભારત નવમી વખત ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખશે. અગાઉ, ભારતે ગ્રુપ સ્ટેજ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
સેમિફાઇનલમાં ભારતે શ્રીલંકાને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે પાકિસ્તાને વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.