પુરુષોના ક્રિકેટમાં, ભારતે પાંચ મેચની શ્રેણીની પ્રથમ T-20 મેચમાં ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું. આ જીત સાથે પાંચ મેચની T20 શ્રેણીમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી. ન્યૂઝીલેન્ડને ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 239 રન બનાવ્યા હતા. જવાબ, ન્યૂઝીલેન્ડ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી માત્ર 190 રન જ બનાવી શક્યું. ગ્લેન ફિલિપ્સે 40 બોલમાં 78 રન બનાવ્યા. વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ 2-2 વિકેટ, જ્યારે અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી. ભારતના ઓપનર અભિષેક શર્માએ શાનદાર 84 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પાંચ મેચોની શ્રેણીની બીજી ટી-20 આવતીકાલે શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ રાયપુર ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.દરમિયાન મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ મહિલા ટીમ આજે વડોદરાના બી. સી. એ સ્ટેડિયમ ખાતે લીગ મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે. WPL 2026 બે શહેરોના ફોર્મેટમાં યોજાઈ રહી છે. ટુર્નામેન્ટનો નવી મુંબઈ તબક્કો પૂર્ણ કર્યા પછી, પાંચેય ટીમો સ્પર્ધાના બીજા ભાગ માટે ગુજરાત સ્થળાંતરિત થઈ ગઈ છે.
Site Admin | જાન્યુઆરી 22, 2026 9:09 એ એમ (AM)
પુરુષો ક્રિકેટમાં, ભારતે T-20 મેચમાં ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું – મહિલા ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ આજે ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે