ઓક્ટોબર 25, 2024 9:31 એ એમ (AM) | ટેસ્ટ મેચ

printer

પુણેમાં રમાઇ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ન્યુઝીલેન્ડ સામે તેની પ્રથમ ઇનિંગમાં એક વિકેટે 16 રન બનાવ્યા

પુણેમાં રમાઇ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ન્યુઝીલેન્ડ સામે તેની પ્રથમ ઇનિંગમાં એક વિકેટે 16 રન બનાવ્યા હતા. ભારતે સુકાની રોહિત શર્માની વિકેટ શરૂઆતમાં ગુમાવી દીધી હતી, પરંતુ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે વધુ વિકેટ ગુમાવ્યા વિના અંતિમ કેટલીક ઓવરો પૂરી કરી હતી. ગિલ 10 અને જયસ્વાલ 6 રને અણનમ છે. અગાઉ, ન્યુઝીલેન્ડ 259 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે તેની કારકિર્દીમાં પ્રથમ વાર 5 વિકેટ ઝડપીને ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું.
રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડ વતી ડેવોન કોનવેએ 76 અને રચિન રવિન્દ્રએ 65 રન બનાવ્યા હતા. ત્રણ મેચોની શ્રેણીમાં ન્યુઝીલેન્ડે બેંગ્લોરમાં પ્રથમ ટેસ્ટ જીતી લીધી હતી.
દરમિયાન સુલતાન જોહોર કપ હોકીમાં પુરુષોની ભારતીય જુનિયર ટીમ આજે મલેશિયાના જોહોરમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1-35 કલાકે મેચ શરૂ થશે. બંને ટીમો માટે રાઉન્ડ-રોબિન લીગ તબક્કામાં આ પાંચમી અને અંતિમ રમત છે.