પુડુચેરી સરકારે કહ્યું કે, અંગ દાતાઓને તેમના જીવનરક્ષક યોગદાનને માન્યતા આપવા માટે રાજ્ય સન્માન આપવામાં આવશે.
આ પહેલને અમલમાં મૂકવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. સરકારે હોસ્પિટલોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ બ્રેઈન-ડેડ કેસ વિશે તાત્કાલિક જિલ્લા કલેક્ટરો અને પ્રાદેશિક વહીવટકર્તાઓને જાણ કરે. નવી માર્ગદર્શિકા અનુસાર, જિલ્લા કલેક્ટર અને પ્રાદેશિક વહીવટકર્તા અંગ દાતાઓના નિવાસસ્થાનની મુલાકાત લેશે અને તેમનું સન્માન કરશે. આ ઉપરાંત, પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ જેવા પ્રસંગોએ, ઉપરાજ્યપાલ અથવા મુખ્યમંત્રી અંગ દાતાઓના પરિવારોને સત્તાવાર કાર્યક્રમોમાં આમંત્રિત કરશે અને તેમનું જાહેરમાં સન્માન કરશે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 10:45 એ એમ (AM)
પુડુચેરી સરકારે કહ્યું કે, અંગ દાતાઓને તેમના જીવનરક્ષક યોગદાનને માન્યતા આપવા માટે રાજ્ય સન્માન આપવામાં આવશે.