બેડમિન્ટનમાં ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ શેનઝેનમાં ચાઇના માસ્ટર્સના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે તેનો સામનો દક્ષિણ કોરિયાની એન સે યંગ સામે થશે. ભારતની સ્ટાર મેન્સ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ.
એશિયા કપ T 20 ક્રિકેટ મેચમાં ભારત આજે ગ્રુપ Aની તેમની છેલ્લી મેચમાં ઓમાનનો સામનો કરશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
ગઇકાલે શ્રીલંકાએ અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવીને સુપર ફોર સ્ટેજમાં પ્રવેશ કર્યો. અગાઉ, અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવ્યા. જવાબમાં, કુસલ મેન્ડિસના 52 બોલમાં અણનમ 74 રન અને બોલિંગમાં નુવાન તુષારાની ચાર વિકેટની મદદથી શ્રીલંકાએ શાનદાર વિજય મેળવ્યો. કુસલ મેન્ડિસને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. આ જીત સાથે, શ્રીલંકા ગ્રુપ Bમાં ટોચ પર રહ્યું, જ્યારે બાંગ્લાદેશ ત્રણ મેચમાંથી બે જીત સાથે આગળના તબક્કામાં પહોંચ્યું.