જાન્યુઆરી 6, 2026 7:14 પી એમ(PM)

printer

પીવાના પાણીની યોગ્યતા ચકાસણીના રિપોર્ટ્સ મેળવ્યા બાદ જ પાણી વિતરણ કરવા અધિકારીઓને મુખ્યમંત્રીની સૂચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ટાઈફોઈડના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. બેઠક દરમિયાન શ્રી પટેલે દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવાના નિર્દેશ આપ્યાં.
તેમણે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના નમૂના દરરોજ લઈ તેની યોગ્યતા અને ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ કરવા સૂચના આપી. તેમણે વોટર ટેસ્ટીંગનો વ્યાપ વધારવા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા પણ તાકીદ કરી.
બેઠક દરમિયાન કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવાની વિગતો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.