નવેમ્બર 12, 2025 2:06 પી એમ(PM)

printer

પીઢ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા અપાતા તેઓ ઘરે પહોંચ્યા

89 વર્ષના પીઢ સિને સ્ટાર ધર્મેન્દ્રને આજે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ધર્મેન્દ્રના પરિવાર દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં મીડિયા અને જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારની અટકળોથી દૂર રહે અને તેમની ગોપનીયતાનો આદર કરે.
તેમણે તેમના સ્વસ્થ થવા, સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના અને શુભેચ્છાઓ બદલ તમામનો આભાર માન્યો.