ડિસેમ્બર 18, 2025 7:10 પી એમ(PM)

printer

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમના સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમના સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ નાગરિકોએ કુલ 3 હજાર 778 કરોડ રૂપિયાની સબસિડીનો લાભ મેળવ્યો છે. આ યોજનામાં 65 હજાર 233 રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપન સાથે સુરત જિલ્લો અગ્રેસર રહ્યો છે. ઉલ્લેખનીય છે, માર્ચ 2027 સુધીમાં આ યોજના અંતર્ગત 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાના લક્ષ્યમાંથી 50 ટકા પૂર્ણ લક્ષ્યાંક હાંસલ કરાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.