ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 27, 2024 7:38 પી એમ(PM) | ગુજરાત

printer

પીએમ-સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ રૂફ ટોપ સોલર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે

પીએમ-સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ રૂફ ટોપ સોલર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે.
લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું કે, દેશમાં આશરે 26 લાખ અરજીઓ મળી છે, જેમાંથી છ લાખ 16 હજાર સિસ્ટમ સ્થાપવામાં આવી છે. બે લાખ 81 હજાર સોલર સિસ્ટમ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્રમાં એક લાખ 20 હજારથી વધુ સિસ્ટમ સ્થાપવામાં આવી છે. કેરળ અને ઉત્તરપ્રદેશમાં 51 હજાર સિસ્ટમ સ્થાપવામાં આવી છે.
આ યોજના હેઠળ દેશનાં તમામ રહેણાંક ગ્રાહકો અરજી કરી શકે છે અને એક કરોડ ઘરોમાં સિસ્ટમ લગાવવાનાં લક્ષ્યમાં રાજ્યવાર ફાળવણી નથી કરવામાં આવી.
સોલર રૂફટોપ સિસ્ટમ બેસાડવા માટે ગ્રાહકો નેશનલ પોર્ટલ https://www.pmsuryaghar.gov.in.પર અરજી કરી શકે છે.