પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાનાં અમલીકરણમાં દેશમાં 25 ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમસ્થાને છે. ઉર્જામંત્રી ઋષિકેશ પેટલે જણાવ્યું છે કે, ગુજરાતે અત્યાર સુધીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ લક્ષ્યાંકના 49 ટકાથી વધુ કાર્ય પૂર્ણ કર્યો છે. આ
ગુજરાતે અત્યાર સુધીમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ કુલ એક હજાર 886 મેગોવોટ સોલર ક્ષમતાની ચાર લાખ 96 હજાર રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવી છે. જે રાજ્યના લક્ષ્યાંકના 49 ટકાથી વધુ છે. વર્ષ 2027 સુધીમાં આ યોજના હેઠળ દસ લાખ રહેણાંક રૂફટોપ સોલાર સ્થાપવાનું લક્ષ્યાંક છે.
રાજ્યમાં રહેણાંક અને બિન રહેણાંક ક્ષેત્રે કુલ છ હજાર 315 મેગાવોટની સોલાર સિસ્ટમ લગાવેલી છે. જેનાથી દરવર્ષે નવ હજાર 386 મિલીયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે. જેના પરિણામે દર વર્ષે 6.38 મિલીયન મેટ્રિક ટન કોલસાની બચત થશે. 8.33 મિલીયન ટન CO2 ના ઉત્સર્જનમાં ઘટાડો થશે.
સરકારે આ યોજનાનાને વધુ વેગવંતી બનાવવા ગ્રાહકોને પ્રોત્સાહન આપવા માટે સબસીડી આપવામાં આવે છે. રાજ્યમાં રહેણાંક ક્ષેત્રે સોલાર માટે લોડની કોઈ મર્યાદા નથી. લોકો માટે ઘરે ઉત્પન્ન થતી વધારાની વીજળીની વેચાણની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 13, 2025 7:24 પી એમ(PM)
પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાનાં અમલીકરણમાં દેશમાં 25 ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમસ્થાને.