જુલાઇ 28, 2025 7:15 પી એમ(PM)

printer

પીએમ જનમન યોજનાનાં અમલીકરણમાં જુલાઈ માસ માટે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે.

પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે કે પીએમ જનમનના અમલીકરણમાં જુલાઈ 2025 માટે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર પીએમ જનમન હેઠળ રાજયમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12 હજાર 489 આવાસો મંજૂર કરાયા છે. આ ઉપરાંત ખાસ નબળા આદિવાસી જૂથોના 5 હજાર 200 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે જ્યારે 37 મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં વસતા આ સમુદાયના લગભગ 2 હજાર 803 ઘરોમાં પાઈપ મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું છે.
આરોગ્ય, શિક્ષણ તેમજ આજીવિકામાં અંતરને દૂર કરીને ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાનો પીએમ જનમન યોજનાનો ઉદ્દેશ છે.