પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ હેઠળ આશરે 280 કંપનીઓ નોંધાઇ છે,જે 1 લાખ 27 હજાર ઇન્ટર્નશિપ તકો ઓફર કરશે એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.કેન્દ્ર સરકારે હવે આ સ્કીમમાં કંપનીઓએ ભાગ લેવાની કામગીરી બંધ કરી છે.ઇન્ટર્નશિપ ઓફર નોંધવા માટે ત્રણ ઓક્ટોબરે નોંધણીનો પ્રારંભ થયો હતો.જો કે, યુવાનોની નોંધણી માટેની કામગીરી 12 નવેમ્બરનાં પ્રારંભ સુધી ચાલુ રહેવાની ધારણા છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇન્ટર્નશિપ સ્કીમની જાહેરાત કરી હતી.પ્રાયોગિક ધોરણે અમલી બનનારી આ યોજના માટે 800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.આગામી પાંચ વર્ષમાં આ યોજનાથી આશરે એક કરોડ યુવાનોને લાભ થવાની ધારણા છે.આ યોજના યુવાનોને પ્રતિભાશાળી કર્મચારીઓ શોધતી કંપનીઓ સાથે જોડશે.કંપની બાબતોનાં મંત્રાલય દ્વારા સંચાલિત આ યોજનામાં છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ સીએસઆર ખર્ચનાં આધારે ટોચની 500 કંપનીઓ ભાગ લેશે.
Site Admin | ઓક્ટોબર 24, 2024 2:04 પી એમ(PM) | પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ
પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ હેઠળ આશરે 280 કંપનીઓ નોંધાઇ છે, જે 1 લાખ 27 હજાર ઇન્ટર્નશિપ તકો ઓફર કરશે એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે
