જાન્યુઆરી 13, 2026 3:17 પી એમ(PM)

printer

પાલિતાણાના હણોલ ગામે આજથી 15 તારીખ સુધી ત્રિ-દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-૨૦૨૬’ રહ્યો છે યોજાઇ..

પાલિતાણાના હણોલ ગામે આજથી 15 તારીખ સુધી ત્રિ-દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-૨૦૨૬’ યોજાઇ રહ્યો છે. આ ઉત્સવ ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ છે. ગ્રામિણ ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે આ મહોત્સવ એક પ્રેરક મંચ પૂરું પાડશે.
આ મહોત્સવમાં કૃષિ, ગ્રામિણ વિકાસ, રોજગાર, યુવા શક્તિ, રમતગમત, ટેક્નોલોજી અને સંસ્કૃતિ સંબંધિત વિવિધ કાર્યક્રમો, પરિસંવાદો, પ્રદર્શનો તથા લોકાર્પણો યોજાશે. મહોત્સવના પ્રથમ દિવસે આજે સાંજે કેન્દ્રીય ગ્રામિણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસીએશનના પ્રમુખ પી. ટી. ઉષા, તેમજ રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, સહિતની ઉપસ્થિતિમાં મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતી વિષયક પરીસંવાદમાં હાજર રહેશે, અને ખેડૂતોને માર્ગદર્શન આપશે.
ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ વિચારધારાના પ્રણેતા અને ઝોહો (Zoho) ના સ્થાપક શ્રીધર વેમ્બુ, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ, તેમજ રામાયણ સીરીયલના રામના પાત્રથી લોકપ્રિય બનેલા અભિનેતા અને સાંસદ અરુણ ગોવિલ પણ મહોત્સવમાં હાજર રહેશે.