પાલિતાણા તાલુકાના હણોલ ગામની હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આગામી 13, 14 અને 15 જાન્યુઆરી, 2026ના રોજ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરાયુ છે. આ મહોત્સવનું ઉદઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિમંત્રણ અપાયું છે.
હણોલના વતની અને કેન્દ્રિય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની આગેવાનીમાં હણોલ ગ્રામ વિકાસ સમિતિએ દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રીની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મહોત્સવ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘સમૃદ્ધ ગામ – સમૃદ્ધ ભારત’ના પ્રધાનમંત્રી મોદીના દ્રષ્ટિકોણને સાર્થક બનાવવાના હેતુથી યોજાયો છે.
ત્રણ દિવસીય કાર્યક્રમમાં ગ્રામ ઓલિમ્પિક્સ,ગ્રામ એક્સ્પો,ગ્રામ વિકાસ સંવાદ, તીર્થગામ હણોલના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન, કુદરતી ખેતી પર સંવાદ અને મકરસંક્રાંતિ પતંગ મહોત્સવ વગેરેનો સમાવેશ થશે.
Site Admin | ડિસેમ્બર 30, 2025 2:51 પી એમ(PM)
પાલિતાણાના હણોલ ગામની હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આગામી 13, 14 અને 15 જાન્યુઆરી, 2026ના રોજ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું આયોજન.