એપ્રિલ 14, 2025 9:36 એ એમ (AM)

printer

પારંપરિક કાર્યક્રમો સાથે તમિલ અને કેરળના લોકો દ્વારા આજે નવા વર્ષની ઉજવણી

તમિલના નવા વર્ષની ઉજવણી આજે થઈ રહી છે. સૌર પંચાગ અનુસાર ચિથિરાઈ મહિનાના આજના દિવસે નવુ વર્ષ મનાવાય છે. આજે સવારથી જ લોકો મંદિરોમાં દેવ દર્શન કરીને તેની ઉજવણી કરે છે. તમિલોના ઘરે આજે અરુસુવાઈ એટલે કે છ સ્વાદનું ભોજન બને છે જે કેળાના પાનમાં પીરસવામાં આવે છે. કડવી, મીઠી, ખાટી, મસાલેદાર, ખારી અને તીખી હોય તેવી છ સ્વાદની વાનગીઓ બનવાવીને તેને આરોગવામાં આવે છે.આજે કેરળ પણ તેનુ પારંપરિક નવુ વર્ષ વિશુની ઉજવણી કરી રહ્યું છે. જે અંતર્ગત વિવિધ પરંપરાગત કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.