ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 21, 2025 9:28 એ એમ (AM)

printer

પાણી વ્યવસ્થાપનમાં સાબરકાંઠાનું “તખતગઢ” ગામ રાજ્યનું શ્રેષ્ઠ ગામ બન્યું.

સાબરકાંઠાનું “તખતગઢ” ગામ પાણી વ્યવસ્થાપનમાં રાજ્યનું શ્રેષ્ઠ ગામ પ્રસ્થાપિત થયું છે. અંદાજે એક હજાર 500 લોકોની વસતિ અને 300 જેટલા ઘર ધરાવતા આ ગામમાં પાણી સમિતિની સક્રિય લોકભાગીદારી, ગ્રામ પંચાયત અને પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાપન સંસ્થા – વાસ્મોના સહકારથી ઘરોમાં 24 કલાક અને સાતે-સાત દિવસ મિટર સાથે પાણી વિતરણની સુવિધા ઉપલબ્ધ છે.ગ્રામજનોની સક્રિયતા અને રાજ્ય સરકારના સહકારથી તખતગઢ ગામે “રાષ્ટ્રીય જળ પુરસ્કાર,” શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, નિર્મળ ગ્રામ સહિત વિવિધ કુલ છ પુરસ્કાર પ્રાપ્ત કરીને મારું ગામ આદર્શ ગામની સંકલ્પના સાકાર કરી છે. આગામી સમયમાં ગામના 100 ટકા ઘરમાં વરસાદી પાણીના ભૂગર્ભ ટાંકા બનાવવાનો પણ નિર્ધાર કરાયો છે. પાણી સમિતિ દ્વારા ગામમાં લોક-ફાળો અને લોક-ભાગીદારીથી પાણીની ટાંકી, સમ્પ, પાઇપલાઇન અને 300 જેટલા ઘરમાં વૉટર મીટરના કામ હાથ ધરાયા છે. આજે ગામમાં પાણી વેરાની 100 ટકા વસૂલાત થઈ ગઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.