જાન્યુઆરી 4, 2026 9:55 એ એમ (AM)

printer

પાટીદાર સમાજનું સમાજોપયોગી અને ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે જણાવ્યું કે, પાટીદાર સમાજનું સમાજોપયોગી અને ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.સુરતની વિવિધ સંસ્થા અને સંગઠનોના સહયોગથી લેઉવા પાટીદાર સમિતિ-સુરત દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજસ્વી સન્માન સમારોહ’ યોજાયો હતો.આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પટેલ સમાજ માત્ર એક સમુદાય નથી, પરંતુ પરિશ્રમ, પ્રમાણિકતા, સંઘર્ષ અને નેતૃત્વનું જીવંત પ્રતિક છે. એકતા અને સંગઠન પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પાટીદાર સમાજ રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આ પ્રસંગે કહ્યું, કે જળસંચયના ગુજરાત મોડલને સમગ્ર દેશે સ્વીકાર્યું છે ,જળસંચયના સૌથી વધુ કામો બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં થયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.