પાટણ જીલ્લા કલેકટર અરવિંદ વિજયનની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી થઈ છે.આવતી કાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાનાર ૧૫મા રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫માં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે શ્રી વિજયનને પુરસ્કાર અર્પણ કરવામાં આવશે. રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫ અંતર્ગત શ્રેષ્ઠ ચૂંટણી પ્રક્રિયા પુરસ્કાર – ૨૦૨૪
અન્વયે જુદી-જુદી કેટેગરીઓમાં રાજ્યના તમામ જિલ્લા તરફથી નોમિનેશન મોકલવામાં આવ્યાં હતા.
Site Admin | જાન્યુઆરી 24, 2025 8:42 એ એમ (AM)
પાટણ જીલ્લા કલેકટર અરવિંદ વિજયનની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી થઈ છે
