સપ્ટેમ્બર 11, 2024 11:55 એ એમ (AM)

printer

પાટણ જિલ્લા રમત ગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું રાધનપુરની નાલંદા વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું.

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયા અંતર્ગત પાટણ જિલ્લા રમત ગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું રાધનપુરની નાલંદા વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેસ સ્પર્ધામાં અંડર ૧૪, ૧૭ અને ૧૯ વયજૂથનાં અંદાજે ૧૧૦ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંદાજે ૩૦ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા હતા. અમારા પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, નાલંદા વિદ્યાલયના હર્ષિલ પંચાલ, ચાર્મી પટેલ અને તનિષા પટેલ વિજેતા બની રાજ્ય કક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.