એપ્રિલ 5, 2025 10:06 એ એમ (AM)

printer

પાટણ જિલ્લામાં આવતીકાલે રામનવમી નિમિત્તે શહેરમાં ભગવાન શ્રીરામની 38મી શોભાયાત્રા યોજાશે

પાટણ જિલ્લામાં આવતીકાલે રામનવમી નિમિત્તે શહેરમાં ભગવાન શ્રીરામની 38મી શોભાયાત્રા યોજાશે. વાજતેગાજતે યોજાનારી ભગવાન રામચંદ્રની આ યાત્રાને લઈ લોકોમાં વિશેષ આનંદ જોવા મળી રહ્યો છે. શોભાયાત્રા શાંતિથી યોજાય અને મોટી સખ્યામાં ભક્તો ભગવાનના દર્શનનો લાભ લઈ શકે તે હેતુથી ગઈકાલે પાટણ શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.