ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 14, 2024 7:29 પી એમ(PM) | પાટણ

printer

પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે આજથી કાર્તિક પૂર્ણિમાના મેળાનો શુભારંભ થયો છે

પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે આજથી કાર્તિક પૂર્ણિમાના મેળાનો શુભારંભ થયો છે. સરસ્વતી નદીના પટમાં ભરાતા આ સાત દિવસના લોક મેળાને સિધ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે વિધિવત રીતે ખુલ્લો મૂક્યો હતો.
વર્ષોની પરંપરા મુજબ કારતક મહિનામાં પૂનમ નિમિત્તે સિધ્ધપુરમાં ભવ્ય લોકમેળો ભરાય છે. જેમાં પાટણ જિલ્લા સહિત આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો તેમના સ્વજનોની તર્પણ વિધિ માટે ઉમટી પડતા હોય છે.
આ મેળામાં મોટા પ્રમાણમાં શેરડીનું વેચાણ થતું હોય તેને શેરડીયા મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. મેળામાં આવતા ગ્રામીણ અને શહેરી લોકો ઘરે જતા પહેલા શેરડી અવશ્ય ખરીદે છે. કાત્યોકના મેળા તરીકે જાણીતા ઉત્સવમાં લાખોની સંખ્યામાં લોકો મેળો માણવા તેમજ ધાર્મિક વિધિ કરવા આવતા હોય છે. બીજી તરફ, આ મેળામાં સારી ઓલાદનાં અશ્વ, ઊંટ અને ગધેડાની લે વેચ પણ થાય છે. તેમજ આ પ્રાણીઓનાં શણગારની ચીજોનું પણ અલગ બજાર ભરાય છે. આ મેળામાં સમગ્ર ઉત્તર ગુજરાતનું લોકજીવન વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે.
આ અંગે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકીએ વધુ માહિતી આપીઃ