સ્વચ્છતા હી સેવા પખવાડિયા હેઠળ રાજ્યભરમાં સફાઈ કામગીરી ચાલી રહી છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા આજે ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયાં હતાં. તેમણે ગાંધીનગર મહાપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા યાત્રાનું પણ પ્રસ્થાન કરાવ્યું.
તો, પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે જિલ્લા રમતગમત સંકુલ ખાતે સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. તેમણે સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈને દેશને સ્વચ્છ અને મજબૂત કરવા આહ્વાન કર્યું.
બનાસકાંઠાના રૂપપૂરા ગામમાં ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ શ્રમદાન કર્યું. તેમણે સ્વચ્છતાને સાચી ભક્તિ અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ ગણાવતા પોતાના ઘર, શેરી અને ગામને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની હોવાનું જણાવ્યું.
છોટાઉદેપુર જિલ્લામાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ હેઠળ સામૂહિક શૌચાલયની સફાઈ હાથ ધરાઈ.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 3:26 પી એમ(PM)
પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે જિલ્લા રમતગમત સંકુલ ખાતે સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો