સપ્ટેમ્બર 23, 2024 7:29 પી એમ(PM)

printer

પાટણ ખાતે રાજ્ય કક્ષાની શાળાકીય ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

પાટણ ખાતે રાજ્ય કક્ષાની શાળાકીય ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 17 વર્ષથી ઓછી વયજૂથના ભાઈઓની આ ફૂટબોલ સ્પર્ધામાં રાજ્યભરની 42 ટીમોએ ભાગ લીધો છે.

પાટણ જિલ્લા રમતગમત સંકુલ અને કોલેજ કેમ્પસના મેદાનમાં આ ફૂટબોલ ટુર્નામેન્ટ ગઇકાલથી શરૂ થઈ છે જે 25 સપ્ટેમ્બર સુધી ચાલશે.

સ્પર્ધાને અંતે સારા ખેલાડીઓની પસંદગી કરી, રાજ્યકક્ષાની એક ટીમ જમ્મુ કાશ્મીર ખાતે યોજાનાર રાષ્ટ્રકક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.