પાટણમાં 11 લાખ રૂપિયાથી વધુનો ભેળસેળયુક્ત તેલ અને ઘીનો જથ્થો કબજે કરાયો. મળતી માહિતી મુજબ, સ્થાનિક ગુનાશાખા – LCB અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રએ સંયુક્ત કામગીરી દરમિયાન મંડોત્રી માર્ગ પર આવેલા વખારમાં દરોડા પાડ્યા. તપાસ દરમિયાન એક હજાર 500 કિલોથી વધુ ઘી અને ત્રણ હજાર 200 કિલોથી વધુનું ભેળસેળયુક્ત ઘી મળી આવતા સમગ્ર જથ્થો કબજે કરાયો છે. આ બંનેની કિંમત 11 લાખ 87 હજાર 272 રૂપિયા હોવાનું જણાયું છે.
કાર્યવાહી દરમિયાન ઘી અને તેલના કુલ 10 નમૂનાને પ્રયોગશાળામાં મોકલાયા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ 2006 હેઠળ આગળની કાર્યવાહી કરાશે.
Site Admin | નવેમ્બર 22, 2025 7:14 પી એમ(PM)
પાટણમાં 11 લાખ રૂપિયાથી વધુનો ભેળસેળયુક્ત તેલ અને ઘીનો જથ્થો પકડાયો