ડિસેમ્બર 29, 2024 7:12 પી એમ(PM)

printer

પાટણમાં લોકો સ્વાસ્થય પ્રત્યે જાગૃત થાય તેવા આશયથી આજે વહેલી સવારે મેરેથોન યોજાઇ હતી

પાટણમાં લોકો સ્વાસ્થય પ્રત્યે જાગૃત થાય તેવા આશયથી આજે વહેલી સવારે મેરેથોન યોજાઇ હતી. આ મેરેથોનમાં 2 કિ.મી., 5 કિ.મી., 11 કિ.મી. અને 21 કિલોમીટરની દોડ યોજાઇ હતી.
જેમાં બાળકોથી લઈને યુવાનો, વયોવૃદ્ધ ભાઈ-બહેનો, ડોક્ટરો વગેરે ઉત્સાહ અને ઉમળકાથી જોડાયા હતા. મેરેથોન પૂર્ણ થયા બાદ જીમખાના ગ્રાઉન્ડમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ચારેય વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા બનેલા દોડવીરોને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ ડૉ.
કે.સી. પોરીયા, પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર સહિત આગેવાનોના હસ્તે મેડલ સર્ટિફિકેટ તેમજ ઇનામની રકમનો ચેક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.