ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 10, 2024 7:37 પી એમ(PM) | પાટણ

printer

પાટણમાં યોજાઈ રહેલા 10 દિવસીય NCC શિબિરના ભાગરૂપે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે તાલીમાર્થીઓએ દેશની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

પાટણમાં યોજાઈ રહેલા 10 દિવસીય NCC શિબિરના ભાગરૂપે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે તાલીમાર્થીઓએ દેશની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી છે.
યુનિવર્સીટીના કુલપતિ કે સી પોરીયાએ કેડેટ્સ સાથે સંવાદ કરતાં, યુવાનોને રાષ્ટ્ર સેવા માટે તેમજ સમાજ ઉપયોગી કાર્યોમાં હમેશા અગ્રેસર રહેવા અનુરોધ કર્યો હતો.
કેમ્પના વરિષ્ઠ અધિકારી કર્નલ એસ કે દહિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના શિબીરો ભવિષ્યના જવાબદાર નાગરિક ઘડવામાં મહત્વનું કામ કરે છે અને લશ્કરી તાલીમમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.
ગત બીજી ઓક્ટોબરથી યોજાઈ રહેલા આ કેમ્પમાં હથિયાર તાલીમ, મેપ રીડીંગ, ડ્રીલ, ફાયર ફાઈટર ડેમોસ્ત્રેશન, સાઈબરને લગતી વિશેષ જાણકારી, આપવામાં આવી રહી છે. તેમજ વ્યક્તિત્વ ઘડતર તાલીમ, આર્મી, નેવી અને એરફોર્સ અંગેની વિગતો, ગાર્ડ ઓફ ઓનર તાલીમ સહીત વિવિધ આયામોની તાલીમ આપવામાં આવી હતી શિબીરમાં મેળવેલી કુશળતાનું આજે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એન સી સીના કેડેટસને વિવિધ શ્રેણીમાં મેડલ અને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.