ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 2:55 પી એમ(PM)

printer

પાટણમાં નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી શાખા નહેરો દ્વારા સિંચાઈ અંગે મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપી

પાટણ જિલ્લામાં નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી શાખા નહેરો દ્વારા સિંચાઈ અંગે વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર,૨૦૨૪ની સ્થિતિએ પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકાના કુલ બે લાખ બે હજાર ૬૪ હેક્ટર વિસ્તારને નર્મદા યોજનાની સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે.

આ અંગે મંત્રીએ જણાવ્યું કે પાટણ જિલ્લામાંથી નર્મદા યોજના નહેર નેટવર્ક અંતર્ગત છ શાખા નહેરોનો સમાવેશ થાય છે. જે અંતર્ગત બોલેરા શાખામાં ૩૮ હજાર ૯૫૦ હેક્ટર, રાજપુરા શાખામાં ૫૧ હજાર ૪૪૮ હેક્ટર,અમરાપુરામાં ૩૬ હજાર ૨૪૬ હેક્ટર, ઝીંઝુવાડામાં  ચાર હજાર ૩૧૨ હેક્ટર, રાધનપુર શાખામાં ૪7 હજાર ૮૬ હેક્ટર અને કચ્છ શાખા નહેરમાં ૨૪ હજાર ૨૨ હેક્ટર એમ કુલ છ શાખા નહેરોનો સમાવેશ થાય છે.