પાટણમાં ચાર વાહન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, રાધનપુર નજીક મોટી પીપળી વિસ્તારમાં એક ટ્રક, બે મોટર-સાઈકલ, એક જીપ અને સામાનની હેરાફેરી કરનારા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો. તેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તમામને હૉસ્પિટલ ખસેડાયા છે. તેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જણાયું છે. અકસ્માત બાદ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
રાધનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. પટેલે જણાવ્યું, પ્રાથમિક તપાસ મુજબ સૌપ્રથમ ટ્રક અને સામાનની હેરાફેરી કરનારા વાહન વચ્ચે અથડામણ થઈ હતી
Site Admin | ઓક્ટોબર 5, 2025 7:17 પી એમ(PM)
પાટણમાં ચાર વાહન વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોના મોત