મે 19, 2025 3:26 પી એમ(PM)

printer

પાટણમાં એક લક્ઝરી બસ પલટી જતા 14 જેટલા પ્રવાસી ઈજાગ્રસ્ત થયાના અહેવાલ

પાટણમાં એક લક્ઝરી બસ પલટી જતા 14 જેટલા પ્રવાસી ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, સિદ્ધપુરના ખળી ચાર રસ્તા નજીક જોધપુરથી સુરત જતી બસના ચાલકે મોડી રાત્રે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે આ અંગે તપાસ તપાસ હાથ ધરી છે.