પાટણમાં આવતીકાલે 23 જાન્યુઆરીથી 10 દિવસ સુધી એક જ સમયે પાણી પૂરવઠો અપાશે. GUDC – ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા ચાલી રહેલા ભૂગર્ભ અને પીવાના પાણીની પાઈપલાઈન નૅટવર્કના કારણે નગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે. આ કામગીરી દરમિયાન ખોરસમથી પાટણ આવતો નર્મદાનો પાણીનો પ્રવાહ રોકવામાં આવશે. તેના કારણે સિદ્ધિ સરોવરમાં પાણીનો પૂરવઠો આંશિક રીતે સ્થગિત થશે તેમ નગરપાલિકાનાં પ્રમુખ હિરલ પરમારે જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 22, 2026 4:26 પી એમ(PM)
પાટણમાં આવતીકાલે 23 જાન્યુઆરીથી 10 દિવસ સુધી એક જ સમયે પાણી પૂરવઠો અપાશે