મે 21, 2025 9:11 એ એમ (AM)

printer

પાટણમાંથી ચારસો કીલો શંકાસ્પદ ઘીનો જથ્થ જપ્ત કરવામા આવ્યો

પાટણના બજાર ખાતેથી તંત્ર દ્વારા 405 કિલો શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કરી તેના નમૂના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.પાટણ રોડલાઇંસ ટ્રાન્સપોર્ટ ની તપાસ કરતાં ટ્રાન્સપોર્ટર પાસે થી ત્રણ દરવાજા, ઘી બજાર અને પાટણની વિવિધ ત્રણ પેઢી નો ઘી નો સ્ટોક જોવા મળતા કુલ ૫ શંકાસ્પદ ઘી ના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આશરે ૪૦૫ કિલો શંકાસ્પદ ઘી કે જેની અંદાજિત કિંમત ૨.૩૬ રૂપિયા લાખ છે, જે સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ લીધેલ ઘી ના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે