પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વાર્ષિક પરીક્ષાનો ત્રીજો તબક્કો શરુ થયો છે. સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર-2ની કુલ 46 પરીક્ષાઓમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લામાં પરીક્ષાઓ ત્રણ સેશનમાં સવારે 8થી 11, બપોરે 12થી 3 અને સાંજે 3થી 6 વાગ્યા સુધી યોજાઈ રહી છે.
કુલપતિ ડૉ. કે.સી. પોરિયા, રજિસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈ અને પરીક્ષા નિયામક મિતુલ દેલિયાના માર્ગદર્શન હેઠળ ગેરરીતિ અટકાવવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. નિયમિત ઓબ્ઝર્વર ટીમ ઉપરાંત દરેક જિલ્લામાં ફ્લાઇંગ સ્કોડ કાર્યરત છે, જે અચાનક પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લે છે. કોઈ પણ ગેરરીતિ જણાય તો તે કેન્દ્ર બંધ કરવામાં આવશે. સરકારી કોલેજોને ફ્લાઇંગ સ્કોડની જવાબદારી સોંપવામાં આવી છે.
Site Admin | એપ્રિલ 21, 2025 3:24 પી એમ(PM)
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વાર્ષિક પરીક્ષાનો ત્રીજો તબક્કો શરુ થયો છે
