પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજથી બહેનો માટેની વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો છે.પાટણથી અમારાં પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અનેનવી દિલ્હીના એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના સંકલનમાંઆજથી ૨૭ નવેમ્બર દરમ્યાન રમાનાર આ સ્પર્ધામાં ગુજરાત,મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનીકુલ ૪૪ યુનિવર્સિટીઓના મહિલા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલ પરમાર અને યુનિવર્સિટીનારજીસ્ટાર ડૉ. રોહિત દેસાઈની ઉપસ્થિતિમાં પાટણ જીમખાના ખાતે આ સ્પર્ધા ખુલ્લીમુકવામાં આવી હતી.
Site Admin | નવેમ્બર 25, 2024 7:12 પી એમ(PM)
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજથી બહેનો માટેની વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો છે
