ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસની આંતર-કૉલેજ કબડ્ડી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસની આંતર-કૉલેજ કબડ્ડી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. આ અંગે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ફિઝિકલ એજ્યુકેશનના નિયામક ડૉ. ચિરાગ પટેલે જણાવ્યું કે, સ્પર્ધામાં પાંચ જિલ્લાની કૉલેજની કુલ 92 ટીમ અને એક હજાર 104 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. 11 સપ્ટેમ્બરે વિદ્યાર્થિનીઓની સ્પર્ધાનો પ્રારંભ થશે.
સ્પર્ધાના અંતે ભાગ લેનારા ખેલાડીઓમાંથી એક-એક ટીમ પસંદ કરાશે અને તે આંતર યુનિવર્સિટીકક્ષાએ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે