પાટણની મુસ્કાન પ્રજાપતિએ રાજ્યકક્ષાએ યોજાયેલ અંડર – 17 લોન ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે .
અમદાવાદના નિકોલ ખાતે તાજેતરમાં રમાયેલ રાજ્ય કક્ષાની અંડર 17 લોન ટેનિસ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએથી પ્રથમ પાટણની મુસ્કાન પ્રજાપતિએ ટીમ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ ઉપરાંત, મુસ્કાને વ્યક્તિગત રમતમાં કુલ 64 સ્પર્ધકો પૈકી ટોપ 8 માં સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાએ કેમ્પમાં પસંદગી પામી રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2025 7:08 પી એમ(PM)
પાટણની મુસ્કાન પ્રજાપતિએ રાજ્યકક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો