નવેમ્બર 2, 2024 5:40 પી એમ(PM)

printer

પાટણના સમી તાલુકાના વિવિધ ગામોમાં,નવા વર્ષના આગમનનો ઉત્સવ એક અનોખી રીતથી મનાવવામાં આવે છે

પાટણના સમી તાલુકાના વિવિધ ગામોમાં,નવા વર્ષના આગમનનો ઉત્સવ એક અનોખી રીતથી મનાવવામાં આવે છે, જેમાં સમગ્ર ગામના લોકો ગાયોને સુશોભિત કરીને પૂજન કરે છે અને દોડાવે છે. ગોધણા ગામમાં પાદરમાં તમામ ગામવાસીઓ એકત્ર થાય છે, જ્યાં યુવાનો ગાયોને સુંદર રીતે શણગારે છે અને શ્રદ્ધા તથા આશીર્વાદ રૂપે ગાયોને દોડાવવાનો પ્રાચીન ઉત્સવ ઉજવે છે.સ્થાનિક લોકોએ જણાવ્યું હતું  કે, 800 વર્ષ જૂની આ પરંપરા આજે પણ જળવાઈ છે,અને આજ દિન સુધી કોઈ દુર્ઘટના ઘટી નથી. ઉડતી રજને પવિત્ર માનવામાં આવેછે અને લોકો તેના આશીર્વાદ રૂપે તે માથે ચઢાવે છે.આ પરંપરા માત્રગોધણા જ નહિ,પરંતુ આસપાસના ધધાણા, હારીજ અને બોરતવાડા જેવા ગામોમાં પણ ઉજવાય છે. ગામના લોકો ગાય માતાના આશીર્વાદમાં આ ઊત્સાહભર્યો તહેવાર ઉજવેછે, અને પાળિયાઓનું પૂજન કરીને શહીદોને યાદ કરવાનું પણ ભૂલતા નથી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.