સપ્ટેમ્બર 6, 2024 8:28 એ એમ (AM) | શિક્ષક દિવસ

printer

પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગઇકાલે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી.

પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગઇકાલે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ગુજકોસ્ટ આયોજિત ગાંધીનગર, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાંથી શૈક્ષણિક મુલાકાતે આવેલા 244 વિદ્યાર્થીઓ, 19 શિક્ષકો સહિત નાગરિકોએ ભાગ લીધો હતો.
શિક્ષક દિન અંતર્ગત વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા વિષય પર ચર્ચા, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન પર આધારિત દસ્તાવેજી ચિત્ર, એરો ડાયનેમિક્સ પર પેપર ક્રાફ્ટ વર્કશોપ, તેમજ વકૃતત્વ સ્પર્ધાનો સમાવેશ થાય છે.
કાર્યક્રમના અંતે, તમામ ઉપસ્થિત શિક્ષકોને પુસ્તક અને વૈજ્ઞાનિક કેલેન્ડર ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.