પાટણના ખેલાડી વિહંગ સાલ્વીએ રાજ્ય તરણ સ્પર્ધામાં પાંચ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. મળતી માહિતી મુજબ, અમદાવાદમાં યોજાયેલી ગુજરાત રાજ્ય જૂનિયર અને સબ-જૂનિયર તરણ સ્પર્ધામાં આ ખેલાડીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શ્રી સાલ્વીએ 14 વર્ષથી ઓછી વયની શ્રેણીની 200, 400, 800 અને એક હજાર 500 ફ્રી સ્ટાઈલ તેમજ 200 મીટર વ્યક્તિગત રમતમાં કુલ પાંચ સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યા છે. વિહંગ સાલ્વી હાલમાં અમદાવાદમાં તાલીમ લઈ રહ્યા છે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિહંગ નિયમિત અભ્યાસ અને કટોર મહેનતથી પોતાની ક્ષમતા વિકસાવી રહ્યા છે. તાજેતરની સિદ્ધિથી તેઓ પાટણ શહેર અને તેમની શાળાનું નામ ઉજ્જવળ બનાવ્યું છે.
Site Admin | જુલાઇ 14, 2025 6:50 પી એમ(PM)
પાટણના ખેલાડી વિહંગ સાલ્વીએ રાજ્ય તરણ સ્પર્ધામાં પાંચ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યા.