પાટણનાં વિદ્યાર્થિની ભાર્ગવી ભગોરાએ રાજસ્થાનમાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ-વિદ્યાલયનાં આ વિદ્યાર્થિનીએ જયપુરમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગૅમ્સ હેઠળ યોજાયેલી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે.
વિશ્વ-વિદ્યાલયના કુલપતિ, કુલસચિવ અને શારીરિક શિક્ષણ નિયામકે ભાર્ગવી ભગોરાને અભિનંદન પાઠવ્યાં છે. સાથે જ તેમનાં પ્રદર્શનને મહેનત, શિસ્ત અને રમતમાં તેમની લગનનું પરિણામ ગણાવ્યું. વિશ્વવિદ્યાલયે જણાવ્યું, ભાર્ગવીની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
Site Admin | નવેમ્બર 27, 2025 7:15 પી એમ(PM)
પાટણનાં વિદ્યાર્થિની ભાર્ગવી ભગોરાએ રાજસ્થાનમાં રમાયેલી ખેલો ઇન્ડિયાની તીરંદાજી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો