મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાક નુકસાનીનો સરવે ત્રણ દિવસમાં પૂર્ણ કરી અહેવાલ સરકારને સોંપવા ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે.
રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનની સમીક્ષા સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકસાનની વિગતો આપી હતી.
બેઠકમાં શ્રી પટેલે ખેડૂતો પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને આપદાના સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો પણ આપ્યા.
Site Admin | નવેમ્બર 1, 2025 7:14 પી એમ(PM)
પાક નુકસાનીનો સરવે ત્રણ દિવસમાં પૂર્ણ કરી અહેવાલ સરકારને સોંપવા મુખ્યમંત્રીની સૂચના