પાકિસ્તાન સાથેની પશ્ચિમ સરહદ પર કવાયત ત્રિશુલ ચાલી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, ડાયરેક્ટર જનરલ વાઇસ એડમિરલ એ.એન પ્રમોદે જણાવ્યું કે, આ કવાયત આ મહિનાની 13 તારીખ સુધી યોજાશે. ભારતીય સેનાનો દક્ષિણ કમાન્ડ, ભારતીય નૌકાદળનો પશ્ચિમ કમાન્ડ, વાયુસેનાનો દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડ, તેમજ કોસ્ટ ગાર્ડ, બીએસએફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ ત્રિશુલ કવાયતમાં ભાગ લઈ રહી છે. વાઇસ એડમિરલ પ્રમોદે જણાવ્યું હતું કે આ કવાયતનો હેતુ તમામ દરિયાઈ દળો તેમજ આંતર-સેવાઓ વચ્ચે તાલમેલ વધારવાનો છે.
Site Admin | નવેમ્બર 1, 2025 8:13 એ એમ (AM)
પાકિસ્તાન સાથેની પશ્ચિમ સરહદ પર કવાયત ત્રિશુલ આ મહિનાની 13 તારીખ સુધી યોજાશે