ઓગસ્ટ 29, 2024 2:47 પી એમ(PM)

printer

પાકિસ્તાન માટે નૌકા દળની જાસુસ કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી- એનઆઇએનાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં 16 સ્થળોએ દરોડા

પાકિસ્તાન દ્વારા વિશાખાપટ્ટનમ જાસુસી કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા-
એનઆઇએએ ગઈ કાલે ગુજરાત સહિતનાં અનેક રાજ્યોમાં ગઈ કાલે શોધ અભિયાન
હાથ ધર્યું હતું. એનઆઇએનાં જણાવ્યા પ્રમાણે ગુજરાત, કર્ણાટક, કેરળ, તેલંગાણા,
ઉત્તરપ્રદેશ, બિહાર અને હરિયાણામાં 16 સ્થળોએ સઘન શોધ આદરવામાં આવી હતી.
આ સ્થળો શંકાસ્પદો સાથે સંકળાયેલા હતા, જેમણે ભારતીય નૌકા દળની
સંવેદનશીલ માહિતીના  બદલામાં પાકિસ્તાન પાસેથી નાણા મેળવ્યા હતા.
એનઆઇએ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અભિયાન દરમિયાન કુલ 22
મોબાઇલ ફોન અને સંખ્યાબંધ સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.