ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 22, 2025 1:55 પી એમ(PM)

printer

પાકિસ્તાન પ્રાયોજિત ત્રાસવાદને ખુલ્લો પાડવા વધુ એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ યુએઇ પહોંચ્યું

પાકિસ્તાનના પ્રાયોજિત આતંકવાદને વધુ ઉજાગર કરવા ભારતનું આક્રમક વૈશ્વિક અભિયાન શરુ થયુ છે.., ગઈકાલે બે પ્રતિનિધિમંડળો તેમના નિર્ધારિત પ્રવાસના ભાગ રૂપે મોકલવામાં આવેલા દેશમાં પહોંચી ગયું છે. જેડી(યુ) સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ જાપાન પહોંચ્યું છે. પ્રતિનિધિમંડળે જાપાનમાં ભારતીય રાજદૂત સિબી જ્યોર્જ સાથે મુલાકાત કરી.
સંજયકુમાર ઝાએ જણાવ્યું કે, પાકિસ્તાન ત્રાસવાદને પ્રેરણા આપતું રહ્યું છેઃ
જાપાનમાં ભારતીય દૂતાવાસની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે માહિતી આપી હતી કે રાજદૂત સિબી જ્યોર્જ દ્વારા સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળને જાપાન-વિશિષ્ટ અભિગમ અંગે માહિતી આપવામાં આવી હતી, જે આતંકવાદ સામેની ભારતની લડાઈના મજબૂત સંદેશા માટે સંદર્ભ સેટ કરે છે.
જ્યારે શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં અન્ય બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ આજે સવારે અબુ ધાબી પહોંચ્યું.
યુએઈના ફેડરલ નેશનલ કાઉન્સિલના સભ્ય અહેમદ મીર ખુરી અને યુએઈમાં ભારતીય રાજદૂત સંજય સુધીર દ્વારા પ્રતિનિધિમંડળનું સત્તાવાર સ્વાગત કરાયું હતું. આજે આ પ્રતિનિધિમંડળ તેમના નિર્ધારિત કાર્યક્રમ હેઠળ યુએઇમાં ઉચ્ચસ્તરીય મુલાકાત કરશે.