પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હડતાળના ચોથા દિવસે હિંસક અથડામણ જારી – 21 લોકોના મોત.
સ્થાનિક મીડિયાએ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં હિંસક અથડામણ ચાલુ છે, જેમાં ત્રણ પોલીસકર્મીઓ સહિત નવ લોકો ઘાયલ થયા છે. સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ -JAAC ના કેન્દ્રીય નેતા શૌકત નવાઝ મીર દ્વારા પ્રદેશમાં સુધારા અને જાહેર સુવિધાઓ માટે મુઝફ્ફરાબાદ, મીરપુર, પૂંછ, નીલમ, ભીમ્બર અને પાલંદરીમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું . અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકારે JAAC દ્વારા ઉઠાવવામાં આવેલી ઘણી માંગણીઓ સ્વીકારી છે. જોકે, JAAC એ વિરોધ પ્રદર્શન અને હડતાળનું એલાન કર્યું, જે આજે સતત ચોથા દિવસે પણ ચાલુ રહ્યું.
ખૈબર-પખ્તુનખ્વાના સરહદી વિસ્તારોને બાદ કરતાં મુઝફ્ફરાબાદમાં બજારો બંધ રહ્યા, અને ઇન્ટરનેટ સેવાઓ પ્રતિબંધિત કરવામાં આવી. પ્રદર્શનકારીઓ દ્વારા PoK ને પાકિસ્તાન સાથે જોડતા પ્રવેશદ્વારો બંધ કરવામાં આવ્યા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે અથડામણમાં 172 પોલીસ કર્મચારીઓ અને 50 નાગરિકો ઘાયલ થયા છે. JAAC એ અનેક માંગણીઓ ઉઠાવી છે, જેમાં શાસક વર્ગ દ્વારા મળતા વિશેષાધિકારોનો અંત લાવવા, શરણાર્થીઓ માટે અનામત 12 વિધાનસભા બેઠકો નાબૂદ કરવા, ક્વોટા સિસ્ટમ દૂર કરવા, સમગ્ર પ્રદેશમાં મફત અને સમાન શિક્ષણ, મફત આરોગ્યસંભાળ સુવિધાઓ, પ્રદેશના ન્યાયિક કાર્યમાં સુધારા અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો વિકાસ શામેલ છે. દરમિયાન, શૌકત નવાઝ મીરે પાકિસ્તાનની સરકાર અને સેના પર સ્થાનિકો પર જુલમ કરવાનો આરોપ લગાવ્યો છે.
Site Admin | ઓક્ટોબર 2, 2025 6:45 પી એમ(PM)
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હડતાળના ચોથા દિવસે હિંસક અથડામણ જારી – 21 લોકોના મોત.