અફઘાનિસ્તાનના દક્ષિણ પૂર્વીય પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં બે બાળકો સહિત છ લોકો માર્યા ગયા અને સાત અન્ય ઘાયલ થયા. આ ઘાતક હુમલા એવા સમયે થયા જ્યારે બંને દેશો વચ્ચે 48 કલાકનો યુદ્ધવિરામ કરાર થયો છે.
આ હવાઈ હુમલાઓમાં અર્ગુન અને બારમલ જિલ્લાઓમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ છે, જેના પરિણામે મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા છે. અગાઉ, પાકિસ્તાને તણાવ ઘટાડવા અને સરહદ પાર હિંસા અટકાવવાના હેતુથી ચાલી રહેલી દોહા વાટાઘાટોના અંત સુધી યુદ્ધવિરામ લંબાવવાની હાકલ કરી હતી. બંને પક્ષો વચ્ચે આજથી વાટાઘાટો શરૂ થવાની છે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 9:20 એ એમ (AM)
પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેના 48 કલાકના યુદ્ધવિરામને ભંગકરી – હવાઈ હુમલો કરતાં બે બાળકો સહિત છના મોત
