ઓગસ્ટ 2, 2025 9:18 એ એમ (AM)

printer

પાકિસ્તાનમાં લાહોર નજીક ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 30 મુસાફરો ઘાયલ

પાકિસ્તાનમાં લાહોર નજીક એક ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 30 મુસાફરો ઘાયલ થયા હતા. પાકિસ્તાન રેલવેના જણાવ્યા અનુસાર લાહોરથી રાવલપિંડી જઈ રહેલી ઈસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબ્બા ગઈકાલે સાંજે શેખુપુરાના કાલા શાહ કાકૂ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે.