પાકિસ્તાનમાં, બોલાન જિલ્લામાં જાફર એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન પર થયેલા હુમલા બાદ બલૂચ લિબરેશન આર્મીના લડવૈયાઓ અને પાકિસ્તાની સૈન્ય વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયો છે. સુરક્ષા સૂત્રોએ પુષ્ટિ આપી છે કે આ હુમલા સામેની લશ્કરી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે આ ઓપરેશનમાં 346 બંધકોને બચાવાયા છે અને લગભગ 50 હુમલાખોરોને બેઅસર કરવામાં આવ્યા છે. બલુચિસ્તાનની રાજધાની ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાની પ્રાંતીય રાજધાની પેશાવર જઈ રહેલી ટ્રેનનું ગઈકાલે BLA આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને 400 થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. BLA અલગતાવાદી જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, સાથે જ તમામ મહિલાઓ અને બાળકોને મુક્ત કરવાના અને સુરક્ષા દળો સાથે કામ કરતા 200 થી વધુને બંધક બનાવવાનો દાવો કર્યો હતો. BLA એ એવો પણ દાવો કર્યો હતો કે તેમણે અપહરણ કરાયેલા ઓછામાં ઓછા 20 સુરક્ષા કર્મચારીઓને મારી નાખ્યા છે.
Site Admin | માર્ચ 13, 2025 8:37 એ એમ (AM)
પાકિસ્તાનમાં, જાફર એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન પર થયેલા હુમલા બાદ બલૂચ લિબરેશન આર્મીના લડવૈયાઓ અને પાકિસ્તાની સૈન્ય વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત
